શહેરના પોલીસ કમિશનર ડો. શમશેરસિંગ એક ટેક્નોક્રેટ અધિકારી છે. તાજેતરમાં એક યુવતીને અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર મોર્નિંગ વોક દરમિયાન આધેડ રોમિયો દ્વારા પરેશાન કરવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસની શી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે આધેડ રોમિયોએ તેની રોમિયોગીરી ચાલુ જ રાખી હતી. કોઈ રીતે ત્રસ્ત યુવતિ એ મામલે પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ નો સંપર્ક કરી ને સમગ્ર વિગતો જણાવી હતી.
ડો.શમશેર સિંગ દ્વારા વડોદરા માં ચાર્જ સાંભળ્યાના થોડા જ દિવસો માં તેમના દ્વારા મહિલાઓ અને યુવતી અને વૃદ્ધો માટે એક શી ટીમ (She Team) ની રચના કરવામાં આવી હતી .
જો કે ડો. શમશેરસિંગ ને જાણ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું હતું. અને એક જ દિવસમાં આધેડ રોમિયોને ઝડપી પાડ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી કાબિલે તારીફ છે.
વડોદરાને કડક સ્વભાવના અને લોકોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગ મળ્યા છે. તે આપણા માટે સૌભાગ્યની વાત છે. શહેરની મહિલાઓ અને યુવતીઓને સુરક્ષા પુરી પાડવા માટે તમારી સતર્કતા પોલીસ સિસ્ટમ પણ લોકોનો ભરોસો વધારે તેવી છે.
જેમ પોલીસ કમિશ્નરે ચાર્જ સાંભળ્યા ની સાથે મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધતા દાખવી હતી. તે વાતનું આજે પાલન કરી ને તેમણે સાબિત કર્યું કે, શહેરના પોલીસ કમિશનર ડો શમશેરસિંગ : MAN OF WORDS છે. જે તેઓ કહે છે તે કરીને બતાવે છે.
ખૂબ ખૂબ આભાર કમિશ્નર ઓફ પોલીસ, ડો શમશેરસિંગ સર.