More

કોરોનાને આમંત્રણ:વડોદરામાં લગ્નની ડીજે પાર્ટીમાં લોકો ઝૂમ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા, પોલીસ કમિશનરનું ટ્વિટ, ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’

By I am Vadodara May 29, 2021 No Comments 0 Min Read

સરકાર દ્વારા કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે જાહેર કાર્યક્રમો તેમજ શુભ પ્રસંગો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. તેમ છતાં, કેટલાક લોકો સરકારના જાહેરનામાની અવગણના કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. વડોદરા શહેરના નવાયાર્ડમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્નની ડીજે પાર્ટી યોજાઇ હતી. જેમાં યુવાનો કોવિડ-19ની ગાઇડ લાઇનના નિયમોને નેવે મૂકીને ડી.જે.ના તાલે નાચ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે 5 યુવાનોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસ કમિશનરે આ બનાવ અંગે ટ્વિટ કર્યું છે કે, ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’…

 

 

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાયાર્ડ ડી કેબીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં યુવાનના લગ્ન હતા. લગ્ન નિમિત્તે પરિવારજનો દ્વારા ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 9 વાગ્યા પછી લોકડાઉનની શરૂઆત થતી હોવા છતાં, લગ્ન નિમિત્તે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે યોજાયેલી આ ડી.જે. મ્યુઝિક પાર્ટીમાં પરિવારજનો તેમજ વરરાજા સહિત તેના મિત્રો મનમૂકીને ઝૂમ્યા હતા. એતો ઠીક યુવાનો દ્વારા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. મોટાભાગના યુવાનો માસ્ક પહેર્યા વગર નાચતા હતા. અને સંક્રમણ ફેલાય તે રીતે ટોળામાં ડી.જે. મ્યુઝિકના તાલે ઝૂમ્યા હતા.

 

 

#
Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!