- નીકીર કેર ફાઉન્દ્વાડેશન દ્રારા શહેરવાસીઓ સુધી 1 કરોડ ડોઝ નિઃશુલ્ક પહોંચે તેવું સુંદર આયોજન કર્યું છે.
- શહેરવાસીઓને હોમિયો કોરોના કવચ નિઃશુલ્ક પૂરું પાડવા માટે અમારી ટિમ તૈયાર છે.
- કારેલીબાગ અને નિઝામપુરા ખાતે આવેલા સેન્ટર પરથી નિઃશુલ્ક હોમિયો કોરોના કવચના ડોઝ મળી રહેશે.
હોમીયોપેથીક દવાની અસરકારક્તાને ધ્યાને રાખીને કોરોના મહામારી કાળમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા તેને પ્રિવેંટિવ ડોઝ તરીકે લઈ શકાય તે વાત પર મહોર મારી છે. કોરોનાની સંભવિત ત્રીજી વેવ સામે લડવાની તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે વ્યવસાયે હોમિયોપેથીક (એમ.ડી) ડોકટર તથા વડોદરાની પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન અને વોર્ડ ૩ ના કાઉન્સિલર ડો. રાજેશ શાહ (નિકીર) દ્વારા શહેરવાસીઓ સુધી 1 કરોડ ડોઝ નિઃશુલ્ક પહોંચે તેવું સુંદર આયોજન કર્યું છે.
ડો. રાજેશ શાહ જણાવે છે કે, કોરોનાની મહામારીના પહેલા તબક્કામાં શહેરવાસીઓને હોમિયો કોરોના કવચ ગણાતી દવાના 45 લાખ ડોઝ નિઃશુલ્ક પહોંચાડ્યા હતા. જેની પાછળનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર શહેરવાસીઓને કોરોના સામે લડવા માટે સક્ષમ બનાવવાનો હતો. દરમિયાન અનેક સેવાકીય સંસ્થા તથા અન્ય લોકો મારફતે પણ મોટી સંખ્યામાં હોમિયો કોરોના કવચના ડોઝ પહોંચાડ્યા હતા. હવે કોરોનાની સંભવિત ત્રીજી વેવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફરી શહેરવાસીઓને હોમિયો કોરોના કવચ નિઃશુલ્ક પૂરું પાડવા માટે અમારી ટિમ તૈયાર છે. તબક્કાવાર રીતે લોકો સુધી 1 કરોડ ડોઝ પહોંચશે.
ડો. રાજેશ શાહ વધુમાં જણાવે છે કે, 11 જાન્યુઆરીથી કારેલીબાગ અને નિઝામપુરા ખાતે આવેલા સેન્ટર પરથી નિઃશુલ્ક હોમિયો કોરોના કવચના ડોઝ મળી રહેશે. સમગ્ર તૈયારીઓ પાછળ અમારા નિકિર કેર ફાઉન્ડેશનની ટીમે સખત મહેનત કરી છે. કોરોનાની બીજી વેવ સુધીમાં અમારી ટીમે 55 લાખ જેટલા ડોઝ લોકો સુધી પહોંચાડ્યા હતા. હવે વધુ 45 લાખ ડોઝ પહોંચાડવા અમે તૈયાર છીએ.
ડો. રાજેશ શાહ આખરે જણાવે છે કે, આવનારા સમયમાં વધુ ડોઝ આપવા પડે તો પણ અમે તૈયાર છીએ. શહેરવાસીઓને કોરોના સામે રક્ષણ મળે તે જ અમારો ઉદ્દેશ્ય છે.
નિઃશુલ્ક “હોમિયો કોરોના કવચ” મેળવવાનું સ્થળ
૧) જન સંપર્ક કાર્યાલય
૧૦૨, વિનાયક સ્કવેર, મુક્તાનંદ પાસે, આમ્રપાલી શોપીંગ સેન્ટર સામે, કારેલી બાગ, વડોદરા
સમય: સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ (રવીવારે રજા)
૨) નીકીર કલીનીક
નિઝામપુરા ગામ ચાર રસ્તા
નિઝામપુરા, વડોદરા.
સમયઃ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦