More

મુખ્યમંત્રી ના આગમન પહેલા શું વેકસીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ કરનાર આરોપીઓ પકડાશે ? શહેરભરમાં ચર્ચા

By Team IAV November 15, 2021 No Comments 0 Min Read

આવતીકાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે.

જેને લઇને આવનારા 24 કલાકમાં વેક્સીન ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌ કોઇની નજર છે.

આવતી કાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવશે. તે પહેલા ચકચારી દુષ્કર્મ મામલે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અગાઉ વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં નાસતા ભાગતા ફરતા આરોપી અશોક જૈન અને સમગ્ર મામલે શંકાસ્પદ ભુમિકા ભજવાનારા બુટલેગર અલ્પુ સિંધીને હોમ મીનીસ્ટર હર્ષ સંઘવીની મુલાકાત પહેલા પકડી પાડવામાં આવ્યા હતા. જેને લઇને આવનારા 24 કલાકમાં વેક્સીન ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌ કોઇની નજર છે.

આ મામલે રેલવે પોલીસ, વડોદરા પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ તપાસમાં જોડાઇ છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા ઓફિસરની ટીમ તપાસ અર્થે વડોદરા આવી પહોંચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા જે એન.જી.ઓ.માં કામ કરતી હતી ત્યાં કામ કરતા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સુત્રના જણાવ્યા પ્રમાણે, પોલીસે તમામ પુરાવાઓની તપાસ બાદ 2 શકમંદોની અટકાયત કરી છે. અને હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. સુત્રએ ઉમેર્યું હતું કે, ગતરોજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંગ પણ મોડી રાત્રે વેક્સીનની મુલાકાતે પહોંચ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની ચહલ પહલ વધવાથી કેસ ટુંક જ સમયમાં ઉકેલાઇ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં અગાઉ પણ અનેક દુષ્કર્મ તથા અન્ય જટીલ કેસો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. વડોદરાનો વધુ એક કેસ ઉકેલવાનો શ્રેય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે જશે તે નક્કી છે.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!