- ‘જેને જે ખોરાક ખાવો હોય તે ખાઈ શકે છે અમને કોઈ જ વાંધો નથી,
- લોકો શું ખાય છે તેનાથી સરકારને પ્રશ્ન ના હોય’
- ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ લારી હોય તો તે પાલિકા-મહાનગરપાલિકા હટાવી શકે છે.
આખી ઘટના રાજકિય બનતા રાજયની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી સ્થિતિ નિર્માણ થતાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આણંદ ખાતેના કાર્યક્રમમાં સ્પષ્ટતા કરતા સ્પષ્ટ થયુ કે તેમના નેતાઓ કોમી ગણતરીના આધારે ભલે નિવેદન કરતા હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ રાજકિય લાભ લેવાને બદલે રાજયના વડા તરીકે નિર્ણય લઈ રહ્યા છે, કોણે શુ ખાવુ તે નિર્ણય તે વ્યકિતગત છે તેમ કહી તેમણે જે કહ્યુ જોઓ તેનો વિડીઓ
નોનવેજની લારીઓ સામે કાર્યવાહી વચ્ચે CMનું નિવેદન
રાજ્યમાં નોનવેજની લારીઓ સામે રાજકોટથી શરૂઆત કરાયા બાદ ભાવનગર મનપા અને અમદાવાદ મનપા દ્વારા પણ કાર્યવાહીનો નિર્ણય કરાયો હતો. તો અન્ય મનપાના વિસ્તારોમાં વિચારણા હાથ ધરવામા આવી હતી. નોનવેજની લારીઓ બંધ કરવાના નિર્ણયને લઈ રાજ્યમાં મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામા આવ્યું