More

સ્ક્રિન પર રાજા રામનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અરૂણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા, પ્રભુશ્રી રામના ધામમાં શીશ ઝુકાવ્યું

By I am Vadodara April 24, 2023 No Comments 0 Min Read

90ના દાયકાની ‘રામાયણ’ તો યાદ જ હશે. રામાનંદ સાગર નિર્મિત આ ધાર્મિક સિરીયલને દરેક લોકોએ પસંદ કરી હતી ને આજે પણ કરે છે. દર્શકોએ તો રામાયણના દરેક પાત્રોને ભગવાન માનીને પૂજવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, હવે દર્શકો માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ફરી એક વાર ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનારા અભિનેતા અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા એક પ્રોજેક્ટમાં જોવા મળશે તે કઈ રીતે આવો જાણીએ.

મહત્વનું છે કે, રામ મંદિરના આંદોલન પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેના મુખ્ય પાત્રમાં દૂરદર્શન પર પ્રસારિત થઈ ચૂકેલી ‘રામાયણ’ સિરીયલના અરૂણ ગોવિલ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ માટેનું શૂટિંગ શરૂ કરતા પહેલાં તેઓ રામલલ્લાના દર્શન અને પૂજા કરતાં જોવા મળ્યા હતા. શુક્રવારે (21 એપ્રિલે) અયોધ્યા નગરીમાં તેમનું આગમન થયું હતું ને 22 એપ્રિલ (શનિવારે) તેમણે ભગવાનની ધરતી પર શિશ ઝૂકાવ્યું હતું.

ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે એ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, જે રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. સૂત્રોના મતે, ઢાંચાને નુકસાન પહોંચાડવા, મંદિર પર ચુકાદા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનના કાર્યક્રમને ફિલ્મમાં મુખ્ય જગ્યા આપવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે દિગંબર અખાડા, અચારી મંદિર અને દશરથ મહેલ સ્થાનની પસંદગી કરવામાં આવી છે. કારણ કે, આંદોલનમાં આ મંદિરોની મુખ્ય ભૂમિકા હતી.

વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, અરૂણ ગોવિલે શનિવારે સવારે 8 વાગ્યે રામલલ્લાના દર્શન અને પૂજા કરવાની સાથે સાથે મંદિર નિર્માણનું કાર્ય પણ નિહાળ્યું હતું. ત્યાંની અનેક તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ તેમના ધર્મપત્નીની સાથે જોવા મળી રહ્યા છે. જોકે, હવે તેઓ ફરી અરૂણ ગોવિલ મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. તે તેમના ફેન્સ માટે મોટી ભેટથી ઓછું નથી. બીજી તરફ તેમના પાત્ર અને રિલીઝ ડેટ અંગે કોઈ જાણકારી નથી.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!