-
ઓર્ગેનિક છત્રી એટલે આદિવાસીઓ દ્વારા બનાવામાં આવતી દેશી છત્રી જેને ઘોંઘડુ (ઘોંગડી) તરીકે પણ ઓળખવામાં આવે છે .
-
ચોમાસાની ઋતુમાં વરસાદથી રક્ષણ માટે વાંસ અને કેસૂડાના પાંદડા સીવણ કરી બને છે આ છત્રી
-
વધુ પવન-વરસાદ હોય તો છત્રી સુરક્ષિત નથી રહેતી પણ આ ઘોંઘડી કામ કરે છે
-
ઘોઘડું તૈયાર થયા પછી ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ સુધી એને ઉપયોગમાં લઇ શકાય
આદિવાસીઓ સદીઓથી પ્રકૃતિ ને પૂજતા આવ્યા છે. પોતાની કલા અને સંસ્કૃતિના સાચા ઘડવૈયા કહેવાયા છે. હવે તો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો હોવા છતાં પણ કુદરતી આવડતથી પર નથી.જેમકે કોઈ ક પક્ષીની જેમ પોતાની આવડતથી બનાવેલા માળાને વિખેરતા એની આવડત આપણને પણ ભૂલભૂલામણીમાં મૂકી દે એમ છે.તેવી જ રીતે ઘોઘડા ચોમાસાની ઋતુ આવતાની સાથે વરસાદના રક્ષણ માટે વાંસમાંથી બનાવવામાં આવે છે.
જાણો કેવી રીતે બને છે આ આદિવાસી ઘોઘડું?
વાંસને કાપ્યા બાદ તેમાંથી નાની પાતળી ચિપ બનાવીને આજુબાજુ લાકડાંના ટુકડા જમીનમાં દાટી દીધા બાદ વચ્ચેના ભાગમાં જાડી વાંસની ચિપ મૂકી આ રીતનું ઘોંઘડું બનાવવાય છે.
ઘોંઘડું બની ગયા બાદ કેસુડા(ખાખરો)ના પાંદડાથી તેને સિવવામાં આવે છે. તેના ઉપર જંગલ માંથી વેલાઓ લાવી પાણીમાં પલાળીને મજબૂત બાંધી દેવામાં આવે છે.તથા દોરી વડે પણ બાંધવામાં આવે છે.
ઘોઘડું તૈયાર થયા પછી ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ સુધી એને ઉપયોગમાં લઇ શકાય છે.તથા આપણે કેવી રીતે ઉપયોગ કરી એને સાચવ્યે એના પર ઘોઘડા નો ટકાવ રહેલો છે.
વર્તમાન મોંઘવારીના સમયમાં બજારમાં ઉપલબ્ધ એક નાની છત્રી લેવા જોઈએ ત્યાં 200 રૂપિયા કે તેથી વધુ કિંમત હોય છે. અને એ છત્રીનો ટકાવ એક વર્ષમાં ફાટી,તૂટી જાય છે.અને દર વર્ષે નવી ખરીદવાનો વારો આવે છે. ત્યારે ઘોઘડું એક વખત બનાવ્યા બાદ ત્રણ-ચાર વર્ષ સુધી કોઈ જવું ના પડે.તેમજ વધુ પવન-વરસાદ સાથે આવતા છત્રીથી સુરક્ષિત રહેવાતું નથી.તેવા સમયે જો નાના બાળક હોય તો ના એ છત્રીને સાચવી શકે કે ના પોતાને એવી સ્થિતિ સર્જાઈ. પરંતુ ઘોઘડું માં છત્રી કરતા ઘોઘડુંમાં વધુ સુરક્ષા મળે છે.માટે ઘણા વર્ષો પસાર થયા છતાં પણ હજી ઘોઘડાની જાળવણી થઈ રહી છે.