● વડોદરામાં બે સંતાનો સામે જ માતા પર દુષ્કર્મ.
● પાંચ વર્ષીય પુત્રી સાથે પણ અડપલા કરવાનું બહાર આવ્યું.
● આર્થિક મદદના બહાને બોલાવી આચર્યું દુષ્કર્મ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવી છે તેનાથી ઉપસતી સામાજિક ચિંતા છે આ વચ્ચે વડોદરા શહેર માં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.
વડોદરાનાં છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડીતાનો પતિ લગભગ છેલ્લા 4 વર્ષ થી સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. મહિલાના પતિ પર લગભગ 25 થી વધુ એવા ચેન સ્નેચિંગના ગુનાઓ છે
આરોપી સાથે ગાંધીનગર જીલ્લાના રાપરડા ગામનો શખ્સ રણછોડ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે.તેનો પુત્ર લાલો ચેન સ્નેચરને પિતા સાથે જેલમાં હોવાથી પરિચયમાં હતો. ચેન સ્નેચર આરોપીની પત્નીને આર્થિક મદદ કરવાના બહાને છાણી રોડ પર બોલાવી હતી. પીડિતા પણ સહજ ભાવે બાળકોને લઈને આવી હતી. દરમિયાન લાલાએ કારમાં જ પીડિતા પાર દુષ્કર્મ આચર્યું અને ઉપરથી પાંચ વર્ષીય દીકરી સાથે પણ અણછાજ્તા અડપલા કર્યા હતા.
પીડિતાએ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં કલોલના રાપરડા ગામના લાલા પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
કાલોલના રાપરડાનો લાલો પટેલ,પહેલા તો પીડિતાને ATMમાંથી નાણા ઉપાડવા પડશે કહીને કારમાં બેસાડીને લઇ ગયો. એક કાચા રસ્તા પર કાર ઉભી રાખી તેના પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ આચર્યું. દરમિયાન પરત આવતી વેળા,પીડિતાએ લાલાને પોલીસના હાથે ઝડપાવી દેવાનો મનસુબો ઘડ્યો. અચાનક જ લાલાએ પીડિતાની પાંચ વર્ષીય પુત્રી સાથે અડપલા ચાલુ કરતા પીડિતા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. બંને વચ્ચે બોલાચાલી થતા,લાલો પીડિતા અને તેના બંને સંતાનોને અધવચ્ચે ઉતારી દઈ નાસી છૂટ્યો હતો.