More

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર ના દારૂ પીધેલા પુત્રની ધરપકડ થતાં પોલીસ સ્ટેશન માથે લીધું.

By Team IAV January 1, 2022 No Comments 1 Min Read

નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.

● ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભાજપ મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સીટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.

● હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી એટલું જ નહીં એક પોલીસ કર્મચારી નું જેકેટ પણ ખેંચાતાણીમાં ફાટી ગયું હતું

થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું એટલું જ નહીં ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા ઉપર બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ગઈકાલે મોડી રાત્રે  ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસી નો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સીટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

આ કિસ્સાની જાણ ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીને થતા તેઓ તેમના પરિવારજનો  સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

પોલીસ સ્ટેશનમાં આવીને ભાજપ મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીએ તેમના દીકરાને માર્યો છે તેમ કહી હાજર રહેલા પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો હતો તે સમયે  કુણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતા તેનો હાથ પકડતા જેલમ બેન ફરી ગુસ્સે થઈ હાથ પકડતા નહીં તેમ કહી હોબાળો મચાવ્યો હતો તેની સામે પોલીસ ના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી તમે કોર્પોરેટર છો એટલે શું થઈ ગયું તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે આખરે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી એટલું જ નહીં તેને છોડાવવા માટે પણ ભાજપના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!