મુજમહુડા વિસ્તારમાં અક્ષર ચોક પાસે આવેલા કિરણ મોટર્સ શો રૂમમાંથી કાર ખરીદનાર ગ્રાહકો પાસેથી કોર્પોરેશનના આજીવન કર પેટે ઉઘરાવેલા ૪.૩૯ લાખથી વધુની રકમ શો રૂમના જ યુવતી સહિત ૯ કર્મચારીઓએ બોગસ રસીદો બનાવીને બારોબાર ચાંઉ કરી જતા આ બનાવની કોર્પોરેશનના વોર્ડ-૬ના ઓફિસરે ઉક્ત હગ કર્મચારીઓ વિરુધ્ધ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મુજમહુડારોડ પર આવેલા કિરણ મોટર્સ નામના કારના શો રૂમમાં કોઈ ગ્રાહક કાર ખરીદવા માટે આવે ત્યારે તેને કારની માહિતી આપવા તેમજ ટેસ્ટ ડ્રાઈવ, કાર ખરીદીની પ્રોસેસ, દરમિયાન ગ્રાહકો પાસેથી ઈનસ્યોરન્સ, રજીસ્ટ્રેશન વાહનોના આજીવન વાહન વેરા સહિતનો કોર્પોરેશનમાં ભરવામાં ની વિગતો સમજાવવા માટે રિલેશનશીપ ના મેનેજરોની નિમણુંક કરાઈ છે. આ રૂપિયા ઉઘરાવી લઈ તે પૈકીના ૯ રિલેશનશીપ મેનેજરો દ્વારા ગત માર્ચ-૨૦૧૯થી ફેબ્રુઆરી-૨૦ દરમિયાન દરમિયાન ગ્રાહકો પાસેથી કોર્પોરેશનમાં ભરવામાં આવતો વાહનોના આજીવન વાહન વેરાના રૂપિયા ઉઘરાવી લઈ તેની ૪૪ જેટલી રસીદો શો રૂમના ઓપરેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી હતી. આ રસીદો શંકાસ્પદ જણાતા શો રૂમના જનરલ મેનેજર સબ્રમનીયમ ઐયરે તાજેતરમાં કોર્પોરેશન વોર્ડ- ૬ ની કચેરીમાં તેમના શો રૂમમાંથી વેંચાયેલા ૪૪ જેટલા વાહનોના કોર્પોરેશનના આજીવન વેરાની રિસિપ્ટનું પત્રક મોકલી આ વાહનોનો કોર્પોરેશનમાં વેરોભરાયેલો છે કે કેમ તેની માહિતી માંગી હતી.
વોર્ડ-૬ ના કર્મચારીઓએ આ રસીદોની ખાત્રી કરી હતી આ રસીદો ખોટી અને બનાવટી હોવાનું સપાટી પર આવ્યું હતું. આજીવનવાહન કર માટે કોર્પોરેશન દ્વારા ઈશ્યુ કરવામાં આવતી રસીદો જેવી બોગસ રિસિપ્ટ બનાવીને શો રૂમના યુવતી સહિત ૯ રિલેશનશીપ મેનેજરોએ ગ્રાહકો પાસેથી ૪,૩૯,૫૬૧ રૂપિયા મેળવી લઈ તે રિસિપ્ટને શો રૂમના ઓપરેશન ડિપાર્ટમેન્ટમાં રજુ કરી તેના આધારે કાર પાસીંગની કાર્યવાહી કરી કોર્પોરેશનને આર્થિકનુકશાન પહોંચાડતા આ બનાવની વોર્ડ-૬ના ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે કિરણ મોટર્સના ૯ ઠગ કર્મચારીઓ વિરુધ્ધ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.