National News – I am Vadodara

ભારતમાં JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
રાજ્યો નિયમિત ધોરણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરશે અને તેનું નિરીક્ષણ કરશે

ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા દરે જાળવી શક્યા છીએ.” રાજ્યોને કોવિડ -19 માટે સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું.

કોવિડ-19 એડવાઈઝરી

રાજ્યોએ તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ) અને ગંભીર તીવ્ર શ્વસન બિમારી (એસએઆરઆઈ) કેસોની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવો. જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી) પોર્ટલનો સમાવેશ થાય છે, જેથી કેસોના પ્રારંભિક વધતા વલણને શોધી શકાય.

રાજ્યોને કોવિડ -19 પરીક્ષણ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા અને RTPCR અને એન્ટિજેન પરીક્ષણોમાં ભલામણ કરવામાં આવેલા હિસ્સાને જાળવવાની સલાહ.

રાજ્યોને RTPCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ ભારતીય સાર્સ કોવ -2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઇએનએસએસીઓજી) પ્રયોગશાળાઓમાં મોકલવા.  જેથી દેશમાં નવા વેરિએન્ટ્સ, જો કોઈ હોય તો, સમયસર શોધી શકાય.

રાજ્યોએ પણ કોવિડ -19 ના સંચાલનમાં તેમનો સતત ટેકો મેળવવા માટે સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં શ્વસન સ્વચ્છતાના પાલનનો પણ સમાવેશ થાય છે.

સ્ક્રિન પર રાજા રામનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અરૂણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા, પ્રભુશ્રી રામના ધામમાં શીશ ઝુકાવ્યું
90ના દાયકાની ‘રામાયણ’ તો યાદ જ હશે. રામાનંદ સાગર નિર્મિત આ ધાર્મિક સિરીયલને દરેક લોકોએ પસંદ કરી હતી ને આજે પણ કરે છે. દર્શકોએ તો રામાયણના દરેક પાત્રોને ભગવાન માનીને પૂજવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, હવે દર્શકો માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ફરી એક વાર ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનારા અભિનેતા અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા એક પ્રોજેક્ટમાં જોવા મળશે તે કઈ રીતે આવો જાણીએ.

મહત્વનું છે કે, રામ મંદિરના આંદોલન પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેના મુખ્ય પાત્રમાં દૂરદર્શન પર પ્રસારિત થઈ ચૂકેલી ‘રામાયણ’ સિરીયલના અરૂણ ગોવિલ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ માટેનું શૂટિંગ શરૂ કરતા પહેલાં તેઓ રામલલ્લાના દર્શન અને પૂજા કરતાં જોવા મળ્યા હતા. શુક્રવારે (21 એપ્રિલે) અયોધ્યા નગરીમાં તેમનું આગમન થયું હતું ને 22 એપ્રિલ (શનિવારે) તેમણે ભગવાનની ધરતી પર શિશ ઝૂકાવ્યું હતું.

ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે એ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, જે રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. સૂત્રોના મતે, ઢાંચાને નુકસાન પહોંચાડવા, મંદિર પર ચુકાદા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનના કાર્યક્રમને ફિલ્મમાં મુખ્ય જગ્યા આપવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે દિગંબર અખાડા, અચારી મંદિર અને દશરથ મહેલ સ્થાનની પસંદગી કરવામાં આવી છે. કારણ કે, આંદોલનમાં આ મંદિરોની મુખ્ય ભૂમિકા હતી.

વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, અરૂણ ગોવિલે શનિવારે સવારે 8 વાગ્યે રામલલ્લાના દર્શન અને પૂજા કરવાની સાથે સાથે મંદિર નિર્માણનું કાર્ય પણ નિહાળ્યું હતું. ત્યાંની અનેક તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ તેમના ધર્મપત્નીની સાથે જોવા મળી રહ્યા છે. જોકે, હવે તેઓ ફરી અરૂણ ગોવિલ મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. તે તેમના ફેન્સ માટે મોટી ભેટથી ઓછું નથી. બીજી તરફ તેમના પાત્ર અને રિલીઝ ડેટ અંગે કોઈ જાણકારી નથી.

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોનો મૃત્યુઘંટ છે, ગપ્પી માછલી – જાણો કેવી રીતે પાલિકાને મચ્છરો પર કાબુ મેળવવામાં કરે છે મદદ (વિડીયો)
કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળ રહેલા તંત્રએ હવે રોગચાળો અટકાવવા માટે કમર કસી

પાલિકા દ્વારા બંધિયાર પાણી હોય ત્યાં વિશેષ માછલીઓ છોડવામાં આવે

આ માછલીઓ પાણીમાં રહેલા મચ્છરોના ઇંડા અને પોરાનો નાશ કરે છે

વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની ઘાતક બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ મચ્છર જન્ય અને પાણી જન્ય રોગો વકર્યા હતા. જેને લઇને હવે તંત્ર દ્વારા તેને રોકવા માટે કમર કસવામાં આવી રહી છે. વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો પર કાબુ મેળવવા માટે પાલિકા તંત્રનુ જેવિક હથિયાર છે માછલી. માછલી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરનો કાળ બનીને ત્રાટકે છે. અને તેમને સફાયો કરે છે.
કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો ફાટી નિકળ્યો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. તો બીજી તરફ કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળ રહેલા તંત્રએ હવે રોગચાળો અટકાવવા માટે કમર કસી છે. હવે મચ્છર જન્ય રોગો પર કાબુ મેળવવા માટે પાલિકા તંત્ર જૈવિક હથિયાર હથિયાર બની છે એક માછલી.

સમગ્ર ઘટના અંગે સાથે વાત કરતા વડોદરા મહાનગર પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, પાલિકા દ્વારા બંધિયાર પાણી હોય ત્યાં ગપ્પી નામથી ઓળખાતી માછલીઓ છોડવામાં આવે છે. આ માછલીઓની ખાસીયત છે કે, પાણીમાં રહેલા મચ્છરોના ઇંડા અને પોરાનો નાશ કરે છે. જે તેનો ખોરાક પણ છે. પાલિકા દ્વારા મચ્છર જન્ય રોગચાળો ફાટી નિકળે ત્યાં ગપ્પી માછલીઓ છોડવાનું છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવે છે. આમ, કરવાથી મહદઅંશે સફળતા પણ મળી છે.

ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, ગપ્પી માછલીનું આયુષ્ય એક વર્ષનું હોય છે. તળાવ, કુવા જેવી મોટી સાઇટ પર તેને મુકવામાં આવે છે. ખાબોચિયા અથવાતો થોડાક સમય માટે પાણી ભરાય તેવી જગ્યાઓ પર આને મુકી શકાતું નથી. કારણકે નાની જગ્યાઓ પર પાણી સુકાઇ જાય તો તેવી સ્થિતીમાં માછલીઓના મોત થાય છે. અત્યાર સુધી મોટી મોટી 75 સાઇટો પર માછલીઓ મુકવામાં આવી છે. જે સાઇટ પર માછલી મુકી શકાય ત્યાં તેને મુકવામાં આવે છે. જ્યાં ન મુકાય ત્યાં દવા છાંટવા સહિતની વૈકલ્પિક કાર્યવાહી કરવામાં આવે છે.

વધુમાં ડો. રાજેશ શાહે જણાવ્યું કે, રોગચાળો કાબુમાં લેવા માટે પાલિકાનું તંત્ર સતત કાર્યરત છે. નવી કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરને બ્રિડીંગ ગ્રાઉન્ટ મોટા પ્રમાણમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું છે. પાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર જઇને ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે.

સોખડાના પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા,88 વર્ષની વયે જીવનલીલા સંકેલી
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી.તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડીરાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં હતાં.

યોગી  ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના અા વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો. જ્યાંથી મંગળવારે સવારે 11 વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મૂકાશે.